ડોનાલ્ડ ટ્રમ્પ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને આવકારવા આતુર

Relxnn

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં નવ મહિનાથી ફસાયેલા નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં તેમને ધરતી પર પરત લાવશે. આ અંગે વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં પત્રકારોને સંબોધન કરતાં, ટ્રમ્પે કહ્યું હતું કે, ‘અમે આપને પ્રેમ કરીએ છીએ અને અમે તમને લેવા આવી રહ્યા છીએ.’ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે બંને અવકાશયાત્રીઓ પરત આવશે ત્યારે તેઓ તેમને આવકારવા માટે તૈયાર રહેશે. ટ્રમ્પે બાઇડેન એડમિનિસ્ટ્રેશનને ટોણો મારતા બંને અવકાશયાત્રીઓને જણાવ્યું હતું કે, “તમારે આટલા લાંબા સમય સુધી ત્યાં રહેવાની જરૂર નહોતી. આપણા ઇતિહાસના સૌથી બિનકાર્યક્ષમ પ્રેસિડેન્ટ દ્વારા તમારી સાથે આવું થયું છે, પરંતુ આ પ્રેસિડેન્ટ તેવું થવા દેશે નહીં.” અગાઉ સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કે પણ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જો બાઇડેન પર અવકાશમાં રેસ્ક્યુ ક્રાફ્ટ મોકલવાનો ઇનકાર કરવાનો આરોપ મુક્યો હતો, અને આક્ષેપ કર્યો હતો કે બાઇડેન આ મિશનમાં બિનજરૂરી વિલંબ માટે જવાબદાર હતા. અવકાશયાત્રી બુચ વિલ્મરે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ દાવાઓનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, “હું ફક્ત એટલું જ કહી શકું છું કે એલન મસ્ક, જે કહે છે તે સંપૂર્ણપણ સત્ય છે. હું તેમના પર વિશ્વાસ રાખું છું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *